મોરબી : ટેક્નોસ્ટાર દ્વારા Arduino simulationનું ઓનલાઇન શિક્ષણ અપાશે

- text


મોરબી :ટેક્નોસ્ટાર આઇડિયા 2 ઇનોવેશન દ્વારા Arduino simulationનું ઓનલાઇન શિક્ષણ અપાશે. જે માટે ફ્રી રજીસ્ટ્રેશન લિન્ક જાહેર કરવામાં આવી છે. આજના ટેકનોલૉજીના યુગમાં Arduino એક એવી સર્કિટ છે, જેનાથી ઘણા બધા ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેકટ બનાવી શકાય છે. પરંતુ અત્યારે કોરોના વાઇરસના કારણે ઘરે બેસીને શીખી શકાય એ હેતુ થી આ મિશન ચાલુ કરવામાં આવૅલ છે. આમાં કોઈ સૈન્સર & સર્કિટ ખરીદવાની જરૂર નથી. બસ ઘરમાં તમારી પાસે લેપટોપ, કોમ્યુટર કે સ્માર્ટ ફોન હોય તો પણ તમે ઘરે બેસીને arduino સર્કિટ શીખી શકો છો.

- text

ઉલ્લેખનીય છે કે ટેક્નોસ્ટાર, દાદુ ફાઉન્ડેશન, માં ફાઉન્ડેશન, માધવ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને આ મિશનને લોકો સુધી પહોંચાડવા મદદ કરે છે. આ ટેક્નોલોજીનો લાભ લેવા દરેક વિધ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. નીચે આપેલ લિન્ક પર દરેક વિધ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

https://forms.gl/m3qTR75CE/WHK8L6

https://m.facebook.com/story.php?story_fbid=1881974908603273&id=1571236669677100&sfnsn=wiwspmo&extid=G7CDIAhQO9IO8f2L

- text