મોરબી : શાળા-કોલેજ-ટ્રેનો બંધ પરંતુ ST બસમાં મુસાફરોનો ઓવરલોડ ક્યારે અટકશે?

- text


મોરબી : સમગ્ર દેશમાં કોરાના વાયરસને કારણે હાહાકાર મચી જવા પામ્યો છે અને ગુજરાતમાં પણ અનેક જગ્યાએ શાળા-કોલેજો, ટ્રેનો, ટોકિઝો બંધ કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા કોરાના વાયરસથી સાવચેત રહેવા ભીડભાડ વાળી જગ્યાએ ન જવું તથા અનેક સાવચેતી રાખવા ધ્યાન દોરવામાં આવ્યુ છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા ચાલતી ST બસમાં જ મુસાફરી સીટ ૪૦માં ઓવરલોડ મુસાફરોને સવારી આપવામાં આવી રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે કોરાના વાયરસ વચ્ચે પણ ST બસમાં ૪૦ની સીટ ઉપરાંત ૧૫-૨૦ મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી રહ્યા છે. જેના કારણે અનેક ભીડભાડ જોવા મળી રહી છે. આ સમયે મોટાભાગના મુસાફરો સાવચેતી દાખવી મુસાફરી કરી રહ્યા છે. પરંતુ ST બસમાં કોરાના ઇફેક્ટ વચ્ચે પણ આ રીતે બસમાં ખડકી દેવામાં આવતા મુસાફરોની સાવચેતી પગલાં ક્યારે ભરાશે? સાથે શરદી-ઉધરસ જેવા પેસેન્જરો સાથે ભય જેવા માહોલ વચ્ચે લોકો મુસાફરી કરવા મજબુર બન્યા છે. પરંતુ કોરાના વાયરસ વચ્ચે ST બસમાં ઓવરલોડ મુસાફરી ક્યારે અટકશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

- text