માળીયા (મી.) : નર્મદા કેનાલમાં પૂરતું પાણી આપવા અંગે રજૂઆત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા નર્મદા કેનાલમાં પૂરતું પાણી આપવા અંગે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં જણાવેલ છે કે માળીયા શાખા નર્મદા કેનાલમાં સુલતાનપુર સહીત 12 ગામને અંદાજે છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી પહોંચતું નથી. આ વર્ષે ચોમાસામાં અતિ વરસાદને કારણે ચોમાસુ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. અને સરકાર દ્વારા હજુ પાક વીમો મળેલ નથી. ત્યારે વહેલાસર ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે અને પાણી ઉપરની મુખ્ય કેનાલમાંથી વધારે પાણી છોડવામાં આવે. જેથી, માળીયા તાલુકાના ગામોને નિયમિત પાણી મળી રહે. જેનો ઉનાળુ પાક માટે ઉપયોગ કરી શકાય. તેમજ પૂરતું પાણી ના હોવાના કારણે જે ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ રહેલી છે. તેને ટાળી શકાય. આથી, આ બાબત અંગે યોગ્ય કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

- text