શુક્રમણિ પ્રાથમિક શાળાનો જિલ્લા કક્ષાએ વાંચન અર્થગ્રહણ સ્પર્ધામાં ડંકો

- text


મોરબી : ગત તારીખ 6/3/2019ના રોજ મોરબી બી.આર.સી ભવન ખાતે જિલ્લા કક્ષાની વાંચન અર્થગ્રહણ સ્પર્ધાનું. આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી જસાપર ગામની શુક્રમણિ પ્રાથમિક શાળાની ધો. 5ની વિદ્યાર્થીની કાનગડ તેજસ્વી વિક્રમભાઈ એ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે આવીને શાળા, જસાપર ગામ તથા કાનગડ પરિવારનું નામ રોશન કર્યું છે. જે બદલ આચાર્ય અશ્વિનભાઈ આહિર શાળા સ્ટાફ તથા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવે છે.

- text