સ્ત્રીઓએ સ્વાસ્થ્ય જાળવણી માટે શું કરવું? મોરબીમાં 14મીએ વુમન હેલ્થ કેર અને આયુર્વેદનો નિઃશુલ્ક સેમિનાર

- text


રાજકોટના ખ્યાતનામ પાયલ મેટરનીટી હોમ અને કામિની ગર્ભસંસ્કારનું મોરબીની મહિલાઓ માટે ખાસ આયોજન : નિષ્ણાંતો દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત મહત્વનું માર્ગદર્શન અપાશે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : સ્વાસ્થ્ય જાળવણી માટે શું કરવું જોઈએ તે પ્રશ્ન અનેક સ્ત્રીઓને સતાવતો હોય છે. સામાન્ય રીતે જ્યારે સ્વાસ્થ્યને સબંધિત કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે જ આપણે તેનો ઈલાજ કરાવતા હોઈએ છીએ. પણ આવી કોઈ સમસ્યા જ ઉભી ન થાય તે માટે શું કરવું જોઈએ તે પ્રશ્નના સમાધાન માટે રાજકોટના ખ્યાતનામ પાયલ મેટરનીટી હોમ અને કામિની ગર્ભસંસ્કાર દ્વારા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, જલારામ પ્રાર્થના મંદિર -માનવ સેવા સંકુલ , અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે અગામી તા.14ને શનિવારના રોજ સાંજે 4 થી 6 ખાસ સેમિનારનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.વુમન હેલ્થ કેર અને આયુર્વેદના આ ખાસ સેમિનાર જૂના અને હઠીલા રોગો જેવા કે ડાયાબિટીશ , કમરનો દુખાવો, વા , વજન વધવું , થાઇરોઈડ , કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા , વાળ ખરવા, વાળ પાતળા થવા , ટાલ પડવી ,ખોડો ,સ્કીનની તકલીફો, ખીલ, કાળાડાઘ વગેરે સમસ્યા અટકાવવાની સોનેરી સલાહ આપવામાં આવશે. તંદુરસ્ત અને ગુણવાન બાળક મેળવવા માટે દંપતીએ પ્રેગનન્સી પ્લાન કરતાં પહેલા શું શું કાળજી લેવી જોઈએ, ઉતમ અને તંદુરસ્ત બાળક મેળવવા માટે દરેક ગર્ભવતી સ્ત્રીઓએ ગર્ભસંસ્કાર કરાવવું, રોગપ્રતિકારક શક્તિ વધારવા , તેમજ થાક લાગવો, માસિકની સમસ્યા , સફેદપાણી પડવા વગેરેમાંથી મુક્તિ મેળવવા, ૧૧ થી ૨૧ વર્ષની દીકરીઓને થતી અનિયમિત માસિક PCOS ની તકલીફોમાં રાહત મેળવવા શું કરવું જોઈએ સહિતની વિશેષ માહિતીઓ આ સેમિનારમાં આપવામાં આવશે.

- text

સ્વાસ્થયને લગતી તમામ મૂંઝવણો આ સેમિનારમાં દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે આ સેમિનારનું આયોજક એવું પાયલ મેટરનીટી હોમ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા સર્કલ પાસે વેસ્ટ ગેટમાં ફર્સ્ટ ફ્લોરે આવેલ છે. અહીં સ્ત્રીરોગને લગતી તમામ સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવે છે. અહીં મીનાર્કેથી મેનોપોઝ સુધીની તમામ સારવાર, ગર્ભાવસ્થા દરમિયાનની સંપૂર્ણ સારવાર ઉપ્લબ્ધ છે. વધુમાં અહી પ્રેગ્નન્સી દરમિયાન થતા બધા આધુનિક સ્કેન એટલે કે સોનોગ્રાફીની સુવિધા છે. અહીં આધુનિક ગર્ભ સંસ્કાર સેન્ટર પણ છે. સાથોસાથ સ્ત્રીરોગને લગતી તમામ લેપ્રોસ્કોપીક સર્જરીની સુવિધા પણ ઉપ્લબ્ધ છે. સાથે જનરલ સર્જરીને લગતી તમામ ઑપરેશનની સુવિધા તેમજ નિઃસંતાનપણા માટેની સંપૂર્ણ સારવાર પણ મળે છે.

વધુમાં મોરબીની મહિલાઓને અપીલ કરાઈ છે કે આ ખાસ સેમિનારમાં જરૂરથી જોડાઓ અને તમારા પરિવારના મહિલા સભ્યો અથવા તમારી સહેલીયોને પણ આ નિઃશુલ્ક સેમિનાર વિશે માહિતી આપો. જેમાં એન્ટ્રી તદ્દન ફ્રિ છે. વધુ વિગત માટે અથવા રજીસ્ટ્રેશન માટે મો.નં. 8905150606 અથવા 7575001065 /66 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text