મોરબી : સોખડા પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

- text


રિબેકા લેમીનેટ્સ તરફથી સંપૂર્ણ આર્થિક સહયોગથી કરાયું હતું પ્રવાસ આયોજન

મોરબી : મોરબીના સોખડા ગામની સોખડા પ્રાથમિક શાળા દ્વારા તાજેતરમાં વિદ્યાર્થિઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારે અમલમાં મુકેલ પરિપત્રના નિયમો મુજબ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ચોટીલા, રાજકોટ ક્રિસ્ટલ મોલ, ફન વર્લ્ડ પ્રદ્યુમ્ન પાર્ક- પ્રાણી સંગ્રાલય (રાજકોટ) જેવા સ્થળોની મુલાકાત કરાવાઇ હતી. આ સ્થળોના ઇતિહાસ તેમજ ધાર્મિક-શૈક્ષણિક મહત્વ વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રવાસ દરમિયાનનો સંપૂર્ણ ખર્ચ રિબેકા લેમીનેટ્સ તરફથી આપવામાં આવેલ હતો. આ સમગ્ર પ્રવાસની સફળતામાં સોખડા પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઇ ધ્રાગા સાહેબ, તેમજ સોખડા શાળાના સ્ટાફનો સાથ સહકાર મળેલ હતો.

- text