મોરબી : ધુળેટીમાં ચામડીને સુરક્ષિત કેવી રીતે રાખશો, વાંચો સોનેરી સૂચનો

- text


મોરબી : હોળી-ધુળેટીનો દિવસ એટલે રંગોનો ઉત્સવ, રંગોની રમઝટ બોલે. આ તહેવારનો મુખ્ય હેતુ ખુશી મનાવવાનો છે. પરંતુ બજારમાં વેચાતા ચાયનીઝ, સિન્થેટિન રંગોના કારણે ચામડીને નુકસાન થાય છે. જેના કારણે ચામડીના રોગો ઉભા થવાની શક્યતા રહે છે. ચામડીમાં બળતરા, ખંજવાળ, લાલ ચકામાં થવા, આંખોમાં બળતરા, આંખો લાલ થવી સહિતના રોગો સામે રક્ષણ મેળવવા સાવચેતી રાખવી જરૂરી છે. જેના માટે મોરબીના સ્પર્શ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિકના ડો. જયેશ સનારીયા દ્વારા ધુળેટીના રંગો સામે ચામડીનું રક્ષણ કરવા નીચે મુજબના સૂચનો આપવામાં આવ્યા છે.

હોળી રમ્યા પહેલાની કાળજી

1. હોળી રમવા જતા પહેલા ત્વચા ઉપર સનસ્ક્રીન અને મૉઇસ્ચયુરાઇઝર વ્યવસ્થિત અને વધારે પ્રમાણમાં લગાવવા
2. આંખો ઢંકાય એવા સનગ્લાસનો ઉપયોગ કરવો. લેન્સ પહેરતા હોય તો કાઢી નાખવા
3. વાળમાં કોપરેલ તેલ અથવા એરંડિયાના તેલનું માલીસ કરવું તથા વાળ ઉપર રૂમાલ અથવા ઓઢણી બાંધીને પછી રમવા જવું
4. હોઠ પર લિપબામ, સનસ્કીન અથવા મૉઇસ્ચયુરાઇઝર લગાવવું
5. નખની અંદર રંગો ભરાઈ ના જાય તે માટે નખ કાપેલા રાખવા તેમજ નેઇલ પેઇન્ટ લગાવવું
6. જાડા સુતરાઉ કપડાં પહેરવા

- text

હોળી રમ્યા પછીની કાળજી

1. સૌ પ્રથમ કલર ખંખેરીને શરીર પરથી દૂર કરવો. ત્યારપછી 5-10 મિનિટ શાવર નીચે ઉભા રહીને સ્નાન કરવું
2. હૂંફાળા ગરમ પાણીથી નહાવું તેમજ કુદરતી સાબુનો ઉપયોગ કરવો
3. વાળને શેમ્પુથી ધોવા તેમજ કંડીશનર કરવું અને તેલ લગાવવું
4. ચામડી પરથી રંગ દૂર ન થાય તો બહુ ઘસવી નહિ
5. રંગ દૂર કરવા સ્ક્રબનો ઉપયોગ કરવો નહિ
6. કોઈપણ પ્રકારની બ્યુટી પ્રોસિઝર જેવી કે બ્લિચિંગ, વેક્સિંગ, થ્રેડિંગ, પ્લકિંગ, સ્ક્રબિંગ તેમજ ફેસિયલ કરવું નહિ
7. ઉપરોક્ત કાળજી લેવા છતાં ચામડીમાં બળતરા થાય, બરછટ થાય, લાલ ચકામાં થાય તો નજીકના સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવીને તેનો અભિપ્રાય લેવો

- text