ટંકારા લતીપર ચોકડીએ પડેલા ભયજનક ભુવાથી અકસ્માતનો ભય

- text


હજારો વાહન ચાલકો માથે ઝળુંબતો અકસ્માતનો ગંભીર ખતરો

ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારાની લતીપર ચોકડી નજીક કેટલાક સમયથી રોડ પર ભુવો પડ્યો છે. જેના કારણે ત્યાંથી પસાર થનાર તમામ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

લતીપર ચોકડી પાસે રોડ પર પડેલા ભુવાને કારણે રોજ હજારો વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ખરાબ રોડ રસ્તા પરથી કોઈ નાના મોટા મિનિસ્ટર પસાર થવાના હોય ત્યારે આ જ તંત્ર જેટ ગતિથી કામ કરીને તમામ ગેરરીતિઓ અને અવ્યવસ્થા પર સાગમટે દોડાદોડી કરીને ઢાંકપીછેડો કરી દયે છે. એકાદ મંત્રીને સારું લગાડવા માટે કે એમને થનારું નુકશાન અટકાવવા માટે તંત્રની કવાયત સમાન્યજનની વાત આવે ત્યારે નીતિ-નિયમો અને સરકારી ફાઈલોની ધીમી ગતિથી આગળ વધતી પ્રક્રિયા હેઠળ દબાઈ જાય છે તે લતીપર ચોકડીએ પડેલા આ ભુવાથી સાબિત થાય છે.

- text

હાલ તો આ ભુવાની બાજુમાં ક્રિકેટના સ્ટમ્પ જેવા બે દંડા ખોડી દેવામાં આવ્યા છે. તંત્ર અહીં પોતાની અધકચરી કામગીરી પુરી કર્યાનો સંતોષ લઈ શકે છે. પણ સમસ્યાનું સમાધાન આ નથી. કામમાં બેદરકારીને કારણે આવા ભુવા પડતા હોય ત્યારે જવાબદારો સામે આકરા પગલાં લેવાવવા જોઈએ તેવી લોક માંગણી પ્રબળ બની રહી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ સમસ્યાનું સમાધાન ક્યારે કરે છે, કે ભુવાને રાહ છે કોઈ મંત્રીના પસાર થવાની?

- text