મોરબીના જનતા ક્લાસીસની વિદ્યાર્થીની B.Com Sem-1માં જિલ્લા પ્રથમ

- text


વિદ્યાર્થીની જાની વિધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા નવમા સ્થાને

મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૪ દાયકાઓથી કાર્યરત પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ સંચાલીત જનતા ક્લાસીસની વિદ્યાર્થીની જાની વિધી એ તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ. સેમ-૧ના જાહેર થયેલ પરિણામમા ૬૩૫ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જીલ્લામા પ્રથમ તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા નવમુ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.

મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી પણ વધારે સમયથી રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસમા ધો-૧૦, ૧૧-૧૨(com), B.com; B.B.A., M.com સહીતના વર્ગોનુ બંન્ને માધ્યમોમા બધા જ વિષયોનુ શિક્ષણ પ્રદાન કરવામા આવે છે. પ્રતિ વર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતા જનતા ક્લાસીસની વિદ્યાર્થીની જાની વિધી કે જે R.O. પટેલ વિમેન્સ કોલેજ, મોરબી ખાતે અભ્યાસ કરી રહી છે. તેમણે ૬૩૫ ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટીમા નવમો ક્રમાંક તેમજ સમગ્ર મોરબી જીલ્લામા પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તે બદલ મોરબી જનતા ક્લાસીસના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન પાઠવ્યા છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન વર્ષે બી.કોમ. સેમ-૫ ના પરિણામમા મોરબી જનતા ક્લાસીસની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટી સુનિલ ભાઈ એ સમગ્ર સૌરાષ્ટ યુનિવર્સિટીમા તૃતિય તેમજ મોરબી જીલ્લામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. બી.કોમ. સેમ-૩મા જનતા ક્લાસીસની વિદ્યાર્થીની દવે ધન્વી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા દ્વિતીય તથા મોરબી જીલ્લામા પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ ત્યારે ફરી એક વખત જનતા ક્લાસીસની વિદ્યાર્થી એ જાની વિધી એ બી.કોમ. સેમ-૧ મા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા નવમુ તેમજ મોરબી જીલ્લામા પ્રથમ સ્થાન મેળવી સમગ્ર સૌરાષ્ટ્રમા મોરબી જનતા ક્લાસીસનો ડંકો વગાડ્યો છે. ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતા મોરબી જનતા ક્લાસીસમા આગામી શૈક્ષણીક વર્ષ માટે ધો-૧૦ તથા ૧૨ કોમર્સ (Eng & Guj. Med.)મા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવેલ છે, તેમ ક્લાસીસના સંચાલકો એ જણાવ્યુ છે.

- text