બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : જડબેસલાક વ્યવસ્થા ગોઠવતું તંત્ર

- text


કલેકટર, એસ.પી., ડી.ડી.ઓ. સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરિક્ષાર્થીઓને મોં મીઠા કરાવી કહ્યું “ઓલ ધ બેસ્ટ”

મોરબી : વર્ષભરની મહેનતનો નિચોડ ત્રણ કલાકમાં આપવાનો અવસર એટલેકે બોર્ડની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જિલ્લામાંથી આ વર્ષે કુલ 25869 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

મોરબી જિલ્લા કકેકટર, એસપી ડૉ. કરનરાજ વાઘેલા, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરિક્ષાર્થીઓના મોં મીઠા કરાવીને તમામને ઓલ ધ બેસ્ટ કહ્યું છે. સાથોસાથ પરીક્ષા વ્યવસ્થાને લઈને કોઈ અફવા ધ્યાને ન લેવા જણાવ્યું છે. કેમ કે આ વર્ષે પરીક્ષાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષામાં બોર્ડની એપ્લિકેશન મારફતે જબરદસ્ત સિક્યુરિટી વ્યવસ્થા ઉભી કરાઈ હોવાથી ગરબડી કરનારા તત્વો આ વર્ષે હતોત્સાહ થશે. પેપર જ્યારે પુરી સુરક્ષા સાથે ક્લાસ રૂમમાં આવે ત્યારે સીલ ખોલવાના ફોટા પાડીને બોર્ડની એપ પર ડાઉનલોડ કરવાની પ્રક્રિયાથી લઈને તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી એક એક મિનીટની નોંધ લેવાઈ રહી છે. આથી કોઈ પણ પ્રકારની ગેરરીતિને અવકાશ નથી રહેવાનો.

- text

હાલ મોરબી જિલ્લામાં બે સ્થાનીય ચેકીંગ સ્ક્વોડ ફાળવી છે જ્યારે પાંચ સ્ક્વોડ સ્ટેન્ડબાય રહીને કાર્ય કરશે. એકંદરે હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા તંત્રએ પરિક્ષાર્થીઓ તેમજ વાલીઓને કોઈ પણ પ્રકારનું ટેનશન ન લેવા હૈયાધારણા આપી છે અને સહુને સારું પરિણામ આવે એ માટે શુભેચ્છાઓ પાઠવી છે.

- text