મોરબીના જલારામ પ્રાર્થના મંદિરનો ત્રયોદશમ્ પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો

- text


પ્રભાત ધૂન, કાર્યકર્તાઓ તથા દાતાઓનો પારિવારીક સન્માન સમારોહ, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા

મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શહેરના જલારામ પ્રાર્થના મંદિરનો ત્રયોદશમ્ પાટોત્સવ ગઈકાલે તા.૨૭-૨-૨૦૨૦ ગુરુવારના રોજ ધામધુમથી ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાત ધૂન, બપોરે ૪ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાઓના પરિવારનો સન્માન સમારોહ, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમા મહેશભાઈ સેજપાલ, પંકજભાઈ કાલરીયા, પંકજભાઈ કોટક, ભાવીનભાઈ ખંધેડીયા, ડો. જયેશ સનારીયા, ડો. હીતેશ પટેલ, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), દીપકભાઈ પોપટ, નેણશીભાઈ માણેક, મનોજભાઈ પંડીત, વાલજીભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, નરેન્દ્રભાઈ પુજારા, હસુભાઈ પુજારા, સી.પી.પોપટ, જયેશભાઈ કંસારા, નવીનભાઈ રાચ્છ, કે. પી. ભાગીયા, પંકજભાઈ ચંડીભમર સહીતના મહાનુભવો ઉપસ્થિત રહી જલારામ પ્રાર્થના મંદિર, નવનિર્મિત સેજપાલ હોલના સહયોગીઓ તથા કાર્યકર્તાઓને સન્માનિત કરી પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના સર્વજ્ઞાતિય માનવસેવા પ્રદાન કરવામા આવે છે. જે સેવાઓમા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહીની સેવા, એમ્બ્યુલન્સ સેવા, ફ્રિઝ કોફીન બોક્સ, દરરોજ સાંજે પ્રસાદ, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, કુદરતી આફત સમયે સેવા સહીતની સેવાઓનો સમાવેશ થાય છે ત્યારે આગામી વર્ષે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે નવ નિર્મિત સેજપાલ હોલ ઉપર વિશાળ એ.સી. હોલ તથા એ.સી. રૂમનુ નિર્માણ કરવામા આવશે. જેથી, સમાજના દરેક વર્ગના લોકોને સારા-નરસા પ્રસંગે તેનો લાભ મળી રહે.

કાર્યક્રમને સફળ બનાવવા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, જલારામ સેવા મંડળ, લોહાણા મહાજન, જલારામ મંદિર મહીલા મંડળ, રઘુવંશી યુવક મંડળ, સમસ્ત પોપટ પરિવાર, અયોધ્યાપુરી ગરબી મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

- text