મોરબીમા ગંગા સ્વરૂપ બહેનોની 37 દીકરીઓના એકસાથે ધામધૂમથી લગ્ન કરાવાયા

- text


ગંગા સ્વારૂપ સહાય સમિતિનું સરાહનીય આયોજન : કલેકટર, ડીડીઓ, અધિક કલેકટર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

મોરબી : મોરબીમાં આજે ગંગા સ્વારૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે 37 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ વેળાએ કલેકટર, ડીડીઓ, અધિક કલેકટર સહિતનાએ ઉપસ્થિત રહીને નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગંગા સ્વારૂપ સહાય સમિતિ મોરબી 11 વર્ષ થી દરમહીને વિધવા બહેનોને 10 કેન્દ્ર દ્વારા અનાજ સહાઈ કરી રહી છે. વિધવા બહેનોના પુત્ર- પુત્રીને પી.જી.પટેલ વિદ્યા સંકુલમા એકદમ રાહત દરે ધોરણ 1 થી કોલેજ સુધી ભણાવવામાં આવે છે. તહેવારોમા તેઓને વિવિધ સહાઈ આપવામાં આવે છે.છેલ્લા 4 વર્ષથી તેમની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામા આવે છે. જે અન્વયે આજે ચોથા સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા.

દેવકરણભાઈ આદરોજા અને ચંદ્રકાંત દફ્તરી દ્વારા શરૂ કરાયેલ ગંગા સ્વરૂપ સહાય સમિતિની કાર્યવાહી અવિરત ચાલતી રહે તે માટે તાજેતરમા 25 યુવાનોને આ સમગ્ર સેવા કાર્યોની જ્યોત જલતી રાખવા સેવા સમિતિ બનાવીને સોંપવામાં આવી છે. આ સમિતિ હવે પછીના આવનારા સમયમા વિધવા બહેનોની દીકરીઓના સમૂહલગ્ન, અનાજ સહાય ,સાડી વિતરણ, મીઠાઈ વિતરણ, મેડિકલ હેલ્પ,તેઓના બાળકોના અભ્યાસ, પુસ્તકો વિગેરે મદદ માટે કામગીરી કરશે.

- text

આ સમિતિ દ્વારા આજે નવલખી રોડ ઉપર સાઈ મંદિરમાં જાજરમાન સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 37 દીકરીઓ એક સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તમામ દીકરીઓને સોના ચાંદીમાં દાગીના સહિતનું કરિયાવર આપવામાં આવ્યું હતું. આ વેળાએ રામધન આશ્રમના પૂ. ભાવેશ્વરીબેન તથા યુવા કથાકાર નિખિલભાઈ જોશી આશીર્વચન પાઠવવા પધાર્યા હતા. આ સાથે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, ડીડીઓ એસ.એમ.ખટાણા અને અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ તેમજ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

- text