વાંકાનેરના બોકળથંભા પાસે રીક્ષા ટ્રક પાછળ ઘુસી જતા ચારને ઇજા

- text


રસોડા કરતી મહિલાઓ રિક્ષામાં જઈ રહી હતી તે વેળાએ નડ્યો અકસ્માત

વાંકાનેર : વાંકાનેરના બોકળથંભા ગામ પાસે એક રીક્ષા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ થાનથી રસોડા કરીને મહિલાઓ રિક્ષામાં પરત ફરી રહી હતી. તે વેળાએ વાંકાનેર તાલુકાના બોકળથંભા ગામ પાસે આ રીક્ષા એક બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળ્યા છે. જેઓને પ્રથમ વાંકાનેર સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ રીક્ષાના ચાલકનું નામ પ્રદીપભાઈ છે. અને તેઓ મોરબીના વિશિપરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

- text