મોરબી : સ્થળ પર પ્રશ્નોના ઉકેલ માટે ધારાસભ્ય મેરજાની સંબંધિતોને સૂચના

- text


મોરબી : મોરબી – માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં વ્યાપક પ્રવાસ ખેડી મોરબી અને માળીયા (મી.) શહેર તથા તાલુકાના જુદા-જુદા ગામો-વિસ્તારોની મુલાકાત લઇ સ્થાનિક પ્રશ્નોથી વાકેફ થઇ તેના ઉકેલ માટે લાગતા-વળગતા અને સંધિત અધિકારીઓને તાકીદે સૂચના આપી સમસ્યાઓ સુલઝાવવા પ્રયાસ કર્યો હતો.

જે માટે મોરબી શહેરની વૈભવનગર સોસાયટીના અગ્રણીઓ સાથે રાત્રી મિટિંગ કરી રસ્તા તથા પાણીના નિકાલની બાબતો જાણીને નગરપાલિકાને તુરંત જ નિકાલ લાવવા સૂચવ્યું હતું. તેમજ શિવરાત્રીના દિવસે સરસ્વતી નિકેતન આશ્રમની યજ્ઞની વિધિમાં જોડાઈને આસ્થા વ્યક્ત કરી હતી. વાઘપર ગામે RDC બેંકની ખેડૂત શિબિર અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચન કર્યું હતું. ખાખરેચી ગામે જડેશ્વર મંદિરની પૂર સંરક્ષણ દીવાલની માંગણી અન્વયે સ્થળ ઉપર નિરીક્ષણ કરી રૂ. 5 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. તેમજ ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું હતું. તેમજ ગામલોકોએ ધારાસભ્યની માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકેની વરણી બદલ સન્માન કર્યું હતું.

- text

આ ઉપરાંત, વિવિધ સામાજિક પ્રસંગોમાં વવાણીયા, ભેલા, રાસંગપર અને નાના દહીંસરા ગામોએ ઉપસ્થિત રહી એસ.ટી. બસની અનિયમિતતાની જાણકારી મેળવી મુસાફરોને પડતી હાલાકી નિવારવા વિભાગીય નિયામક – એસ.ટી.ને સ્થળ ઉપર તાકીદ કરી હતી. તેમજ માળીયા (મી.) નગરપાલિકા દ્વારા ચાલતા રસ્તાના કામોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ નગરપાલિકાના પ્રમુખ તેમજ સ્થાનિક કાઉન્સિલરો સાથે લોક વિકાસના કામો ઝડપભેર હાથ ધરવા સૂચનો કર્યા હતા. મોરબીની આર્ટ્સ કોલેજની પીપળી ખાતેની રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિરમાં જોડાઈને યુવાનોને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. તેમજ ઘુનડાના જીવની પરિવારમાં એકસાથે ત્રણ મૃત્યુના કરુણ બનાવ અન્વયે રૂબરૂ સાંત્વના પાઠવી હતી. ગાળાના સ્વામિનારાયણ નગરમાં ભાણજીભાઇના પિતાશ્રીના અવસાન અન્વયે રૂબરૂ દિલાસો પાઠવ્યો હતો. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સતત જીવંત લોકસંપર્ક કેળવી પ્રશ્નો ઉકેલવા સતત કાર્યરત રહી પ્રયાસો કરી રહ્યા છે.

- text