વાંકાનેર : સામાન્ય બાબતે યુવાનને માર મારી ધમકી આપી

- text


યુવાને ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના કાશીયાગાળા ગામે સામાન્ય બાબતે યુવાનને માર મારી ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં યુવાને ચાર શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંજયભાઇ હીરાભાઇ ધોળકીયા (ઉ.વ.૨૩, રહે. કાશીયાગાળા, વાંકાનેર)એ સંજયભાઇ જેઠાભાઇ રંગપરા, સંજયભાઇ હીરાભાઇ રંગપરા, દીપકભાઇ શામજીભાઇ રંગપરા, મુકેશભાઇ વાઘજીભાઇ રંગપરા (રહે. ચારેય કાશીયાગાળા, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે કાશીયાગાળા ગામે ફરીયાદી પોતાનુ મોટર સાઈકલ ચલાવી શેરીમા જતા હોય, જયાં આરોપીઓ રસ્તામાં ઉભેલ હોય જેઓને દુર ઉભા રહેવા ફરીયાદીએ કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી લાકડી વડે માર મારી તેમજ ઢીકા પાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text