મોરબી બેંક લૂંટ અપડેટ : લૂંટારૂઓની સંખ્યા પાંચ નહિ છ, તેઓ હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાત કરતા ‘તા!!

- text


લૂંટારૂઓએ બેંકમાં હાજર ગ્રાહકોના 4 મોબાઈલ પણ લૂંટયા : ફરિયાદ નોંધવાની તજવીજ

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી ખાતે થયેલી લૂંટમાં હજુ પણ નવી વિગતો બહાર આવી રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે લૂંટારૂઓ પાંચ નહિ છ હતા. તેઓ હિન્દી અને અંગ્રેજીમાં વાત કરતા હતા. તેઓએ બેંક લૂંટતી વેળાએ ચાર ગ્રાહકોના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. પહેલા ત્રણ લૂંટારૂઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. આ ત્રણેય લૂંટારૂઓએ સ્લીપ પણ ભરી હતી. બાદમાં અન્ય લૂંટારૂઓ આવ્યા હતા. અને તમામે મળીને બંદૂકના જોરે બેંકને લૂંટી હતી.

- text

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બેંક ઓફ બરોડા અને દેનાબેંકની સંયુક્ત શાખામાં આજે લૂંટારુઓ અંદાજે રૂ.6 લાખની રોકડ રકમ અને સિક્યુરિટી મેનની બંદૂક લૂંટીને સ્વીફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા.આ બનાવ સંદર્ભે પોલીસે જણાવ્યું કે બેંકમાં લૂંટ ચલાવીને નાસી જનાર છ શખ્સો હતા.આ છ શખ્સોએ સિક્યુરિટી મેનને ઢીકાપાટુનો માર મારી તેની પાસેથી બંદૂક પડાવીને ફરાર થઈ ગયા હતા અને લૂંટની આશરે રૂ. 6 લાખ જેવી રકમ થાય છે.આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.

- text