મોરબીમાં રૂ. 27 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના નવલખી ફાટક પાસે એલસીબીની ટીમે જીજે 03 એડબ્લ્યુ 1509 નંબરની રિક્ષામાંથી રૂ. 27,900ની કિંમતના 84 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે મોસીન ઉર્ફે ગોલી હુસેનભાઈ સેવાંગીયા રહે. વિશિપરા, ફૂલછાબ સોસાયટીવાળાને પકડી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે રીક્ષા અને મોબાઈલ સહિતનો રૂ. 62,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઈ કંસારા રહે. દહીંસરા ઝાંપા પાસે, માળિયાવાળાનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે.

- text