મોરબી : ચિત્ર સ્પર્ધામાં નિર્મલ વિદ્યાલયની છાત્રાની અનેરી સિદ્ધિ

- text


મોરબી : ગત તા. 13 ફેબ્રુઆરીના રોજ મોરબીની એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં MSME મંત્રાલય – ભારત સરકાર, નવી દિલ્હી પ્રેરિત જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, મોરબી દ્વારા જીલ્લા કક્ષાની નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધાને MSME (માયક્રો – સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝ) ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ – અમદાવાદ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ હતી. આ ચિત્ર સ્પર્ધામાં સાંદિપનિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય / સેન્ટર પોઈન્ટ વિદ્યાલયની વિદ્યાર્થીની જીવાણી બંસીબેન ધર્મેન્દ્રભાઈએ ભાગ લઇ સમગ્ર મોરબી જીલ્લામાં દ્રિતીય સ્થાન મેળવી રૂ. ૭૫૦૦/- ના ઇનામ સાથે વિજેતા થઈ શાળાનું ગૌરવ વધારેલ હતું. જે બદલ તેમને કુટુંબીજનો તથા શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

- text