શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે નીકળેલી સાયકલ યાત્રાનું મોરબીમાં અદકેરૂ સ્વાગત

- text


સોમનાથથી દિલ્હી જવા નીકળેલી સાયકલ યાત્રા મોરબી પહોંચતા વિવિધ સંસ્થા અને સ્કૂલોએ સાયકલ વીરોને ફૂલડે વધાવ્યા

મોરબી : દેશની આઝાદી માટે હસતા મુખે પ્રાણની આહુતિ આપનાર ભારતમાતાના વીર સપૂત શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે સીમનાથથી દિલ્હી જવા નીકળેલી સાયકલ યાત્રા આજે મોરબી આવી પહોંચી હતી ત્યારે મોરબીની વિવિધ સંસ્થાઓ,સ્કૂલો અને પ્રબુદ્ધ નાગરિકોએ આ સાયલક યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરીને સાયકલ વિરોને ફૂલડે વધાવ્યા હતા. તેમજ તમામ લોકોએ સાથે મળીને શહીહ ભગતસિંહને ભાવવંદના કરી એકસુરે તેમને ભારતરત્ન આપવાની માંગ કરી હતી.

ભારતમાતાના વીર સપૂત શહીદ ભગતસિંહએ પોતાનું જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું હતું અને દેશની આઝાદી માટે યુવાવયે જ ભગતસિંહ પ્રાણની આહુતી આપતા પણ જરાય અચકાયા ન હતા. હસતા મુખે દેશની આઝાદી માટે જીવનનું બલિદાન આપનાર શહીદ ભગતસિંહ યુવાપેઢી માટે રોલમોડેલ રહ્યા છે. પરતું દુઃખની વાત એ છે કે સમગ્ર દેશ માટે વંદનીય આ વિભૂતિને હજુ સુધી ભારત સરકાર દ્વારા ભારત રત્નનું ગૌરવ આપવામાં આવ્યું નથી. તેથી, યુવાનોએ શહીદ ભગતસિંહને દેશનું આ ઉચ્ચકોટીનું સન્માન મળે તે માટે કમર કસી છે. ત્યારે શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે યુવાનો દ્વારા સોમનાથથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા કાઢવામાં આવી છે. સાયકલ વિરો સાયકલથી આજે લાંબો પથ કાપીને મોરબી પહોંચ્યા હતા.

- text

સાયકલ યાત્રા મોરબીમાં પહોંચતા જ શહીદ ભગતસિંહને ભારત રત્ન આપી અને વંદે માતરમના નારા લાગતા દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. આ સાયકલ યાત્રાનું મોરબી શહેરે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને શહેરની વિવિધ સંસ્થાઓ તથા સ્કૂલો અને જાગૃત નાગરિકો સાહિતનાએ સાયકલવિરોને ફૂલડે વધાવી હારતોરા કર્યા હતા. આ તકે સાયકલ વિરોએ જણાવ્યું હતું કે શહિદ ભગતસિંહને ભારત રત્ન મળે અને દેશની આઝાદી માટે પ્રાણનું બલિદાન આપનાર તમામ શહીદોનું માન સન્માન જળવાઈ તેવા ઉદ્દેશ સાથે આ હજારો કિમીનું સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. અને શાહિદ ભગતસિંહના શહાદત દિવસે દિલ્હી પહોંચીને રાષ્ટ્રપતિને આવેદન પાઠવીને શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગને બુલંદ બનાવશે.

જ્યારે આ સાયકલ યાત્રા મોરબી આવી પહોંચ્યા બાદ શનાળા રોડ ઉપર સાયકલવિરોનું મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, વત્સકય ટ્રસ્ટ, યંગ ઇન્ડિયા ગ્રુપ, કાંતિકારી સેના, યુનાઇટેડ જીવદયા ગ્રુપ, સ્વચ્છતા અભિયાન સમિતિ સહિતની સંસ્થાઓ તથા શનાળા રોડ ઉપર આવેલ તમામ સ્કૂલોએ જોરદાર અભિવાદન કર્યું હતું અને ભારત માતા કી જય તથા શહીદ ભગતસિંહ અમર રહોની નારેબાજી લગાવી હતી. આ રીતે સાયકલ યાત્રાનું મોરબીમાં ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અને આજે રાત્રે ઓમ શાંતિ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે.

- text