મોરબી : નિરાધાર લોકોને જમાડી પુત્રજન્મના વધામણાં કર્યા

- text


મોરબી : મોરબીમાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે. તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે ટળવળતા જોવા મળે છે. ત્યારે હવે મોરબી ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હરફાળ ભરવા લાગ્યું છે. શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પંક્ષીઓને ઘાસચારો કે ચણ નાખી અથવા તો નિરાધારને મદદરૂપ બનીને કરતા હોય છે. ત્યારે મકવાણા પરિવારના આંગણે પુત્ર જન્મના વધામણા પિતા દ્વારા પ્રેરણાદાયી કાર્ય થકી કરવામાં આવ્યા હતા.

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ વિજયનગરમાં રહેતા હસમુખભાઇ ડી. મકવાણા તથા તેમના પત્ની લિપ્સા એચ. મકવાણાના ઘરે પુત્રના વધામણા થતા હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. પુત્રનો જન્મ થતા મોરબીમાં પછાત વિસ્તારમાં વાહન લઈને ફરી લોકોને જમાડી આનંદની અનુભૂતિ કરી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે પિતા હસમુખભાઇ મકવાણા તથા માતા લિપ્સાબેન એચ. મકવાણા દ્વારા આંખની સિવિલ હોસ્પીટલમાં જઈને તેમના મૃત્યુ પછી કોઈ અંધજનને દ્રષ્ટિ મળી રહે તે માટે પોતાની આંખો ચક્ષુબેંકમાં આપવા સંકલ્પ કરાયો હતો. માતા-પિતાની આ પહેલને લોકોએ બિરદાવી હતી. અને હસમુખભાઇ મકવાણા તથા લિપ્સાબેન મકવાણા માતા-પિતા બનવાની ખુશી સાથે ચક્ષુદાન મહાદાન કરી સમાજને નવો સંદેશ પાઠવ્યો હતો.

- text