મોરબી નજીક બાવળની ઝાડી પાછળ છુપાવેલો રૂ.44880ના ઈંગ્લીશ દારૂ સાથે એક ઝબ્બે

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે નવા મકનસરથી પાનેલી ગામ તરફ જવાના કાચા રસ્તે બાવળની ઝાડી પાછળ છુપાવેલો રૂ..44880ની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પી.એસ.આઈ. આર.એ.જાડેજા તથા સ્ટાફના એન.જે. નિમાવત, એમ.પી.ચાવડા, કીર્તિસિંહ જાડેજા, અમિતભાઈ વાસદડીયા, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાંભરા સહિતનાએ બાતમીના આધારે મોરબીના નવા મકનસર વાદીપરા પાછળ પાનેલી ગામ તરફ જતા કાચા રસ્તે બાવળની ઝાડીમાં છુપાવેલો 132 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ.44880ના મુદામાલ સાથે આરોપી જયેશભાઈ પ્રવીણભાઈ પરમારને ઝડપી લીધો હતો. જ્યારે દારૂની આ રેડ દરમિયાન અશોકભાઈ બહાદુરભાઈ સારલા નાસી છૂટતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

 

- text