મોરબીમા સૌ પ્રથમ વખત મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ ફેશન શોનું આયોજન : કાલે રવિવારે ઓડિશન

- text


ઓડિશન રાઉન્ડ બાદ 29મીએ ગ્રાન્ડ ફાઇનલ : વિજેતાઓ ઉપર થશે આકર્ષક ઇનામોની વણઝાર : બૉલીવુડ સેલિબ્રિટી રહેશે ઉપસ્થિત

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમા સૌપ્રથમ વખત ઝાકમઝોળ ભર્યા ફેશન શો મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ યુનાઈટ 2020નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેલિબ્રિટી ગેસ્ટની ઉપસ્થિતી પણ રહેવાની છે. આ ફેશન શોમાં વિજેતા થયેલા પ્રતિસ્પર્ધી ઉપર ઇનામોની વણઝાર કરવામાં આવનાર છે.

મોરબીમાં મહેશદાન ગઢવી, ભૂમિકા સોમૈયા અને શાહરૂખ પઠાણ દ્વારા મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ યુનાઈટ 2020 ફેશન કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઓડિશન રાઉન્ડ આવતીકાલે તા.9 ફેબ્રુઆરીના રોજ સવારે 11થી સાંજે 6 સુધી નાઈટ લાઈફ કાફે, રાજપર ચોકડી, શનાળા ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાનાર છે. જેમાં સ્પર્ધકો માટે ઓડિશન ફી રૂ. 300 રાખવામાં આવી છે. ગ્રાન્ડ ફાઇનલ તા.29ના રોજ ઉજ્જવલ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાનાર છે. આ ફેશન શોમાં ચીફ ગેસ્ટ તરીકે બૉલીવુડ સેલિબ્રિટી ગેસ્ટ શાઝહન પદ્મસી ઉપસ્થિત રહેવાની છે.

ફેશન શોમાં મિસ્ટર, મિસ અને મિસિસને વિનિંગ પ્રાઇઝમાં 11 હજારનો રોકડ પુરસ્કાર, ગોવાનું 4 ડે- 3નાઇટનું પેકેજ, પોર્ટફોલિયો, સર્ટિફિકેટ, શેષ, ટ્રોફી અને ગિફ્ટ વાઉચર તેમજ સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે. કિડઝ વિનરને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. ફેશન શોમાં ઓર્ગેનાઇઝર તરફથી સ્પર્ધકોને 3 દિવસ તમામ પ્રેક્ટીસ કરાવવામાં આવશે. બહારથી આવેલા સ્પર્ધકોને રહેવાની- જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. ટ્રેડિશનલ વેર, મેક અપ સહિતની તમામ વસ્તુઓ પુરી પાડવામાં આવશે.

- text

આ ફેશન શોનો ગ્રાન્ડ ફાઇનલ 29 ફેબ્રુઆરીના રોજ રવાપર ધુનડા રોડ પર આવેલ ઉજ્જવલ ફાર્મમાં યોજાશે. જેના માટે પાસ રોયલ લેડીઝ વેર, સ્પાઇસ હબ અને એપલ કિડઝ વેરમાંથી મળશે. આ પાસ બે પ્રકારના હશે. જેમાં ગોલ્ડ પાસ રૂ. 1000માં મળશે. આ પાસમાં 2 વ્યક્તિને પ્રવેશ મળશે.સાથે સ્પાઇસ હબ ફૂડ વાઉચર પણ આપવામાં આવશે. જ્યારે સિલ્વર પાસ રૂ. 500માં મળશે. જેમાં એક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.

ઓડિશનમાં ભાગ લેવા માટે 4 ફૂલ સાઈઝ ફોટા, નામ, ઉમર, હાઈટ, વોટ્સએપ નંબર, ઇમેઈલ આઈડી લખીને મો.નં. 7016999088 & 9696010000 ઉપર મોકલી આપવુ. વધુ વિગત માટે પણ આ નંબરનો સંપર્ક કરી શકાશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text