મોરબી પાન માવા એસોસિએશને પાન માવાના ભાવોમાં રૂ.2 નો વધારો જાહેર કર્યો

- text


દરેક પ્રકારની તમાકુમાં 25 ટકાનો ભાવ વધારો થતાં મોરબી પાન માવા એસોસિએશને આજથી આ ભાવ વધારો લાગુ કર્યો

મોરબી : દરેક જાતની તમાકુ બનાવતી કંપનીએ તમાકુમાં 25 ટકાનો ભાવ વધારો લાગુ કર્યો છે. આથી, પાન માવાના ભાવો પણ વધ્યા છે. મોરબીમાં પાન માવાના ધંધાર્થીઓએ પાન- માવામાં એકંદરે રૂ 2 નો વધારો કર્યો છે. જે પાન માવા વેંચતા વેપારીઓ રૂ.10 ભાવે વેંચતા હતા તેના આજથી રૂ.12 કર્યા છે.જ્યારે અમુક પાન માવના ધંધાર્થીઓ રૂ.12 માં પાન માવા વેંચતા હતા, તેઓએ રૂ.15 કર્યા છે.

દરેક પ્રકારની તમાકુમાં થયેલા ભાવ વધારાને પગલે મોરબીના કેસરબાગ ખાતે છૂટક પાન માવા વેંચતા ધંધાર્થીઓની ગઈકાલે બેઠક મળી હતી. જેમાં પાન- માવાના ભાવોમાં રૂ 2 નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે શહેરમાં મોટાભાગે ઘણી પાન માવાની દુકાનોમાં અત્યાર સુધી રૂ.10 માં છૂટક પાન માવા મળતા હતા તેમાં આજે રૂ 2 નો વધારો કરાયો છે. આથી, આજથી મોટાભાગની પાન માવાની દુકાનોમાં રૂ.12ના ભાવે પાન માવા વેચવાનું શરૂ થયું છે. જે પાન માવાના વેપારીઓ થોડી ઓછી ગુણવત્તા વાળી સોપારી હોલસેલથી લઈને અગાઉ રૂ.10માં પાન માવા વેંચતા હતા તેઓએ આજથી પાન માવના રૂ.12 કર્યા છે.

- text

જ્યારે ઘણી એવી નામાંકિત પાન માવાની દુકાનો છે, જે ઉંચી ગુણવત્તાવાળી તમાકુ અને સોપારી હોલસેલથી લઈને છૂટકમાં અગાઉ રૂ. 12માં પાન માવા વેંચતા હતા, તેમણે રૂ 15 કર્યા છે. ખાસ કરીને માવા માટે વપરાતી તમાકુની પડીકી પહેલા રૂ 3 માં મળતી હતી. તેમાં રૂ.2 નો વધારો થતાં હવે રૂ.5 માં તમાકુનું પડીકી મળે છે. તમાકુમાં આ રીતે 25 ટકાનો ભાવ વધારો થતાં છૂટક પાન માવાના ધંધાર્થીઓને આ ભાવ વધારો કરવાની ફરજ પડી છે. જો કે મોરબીમાં માવા ફાકી ખાનારાનો મોટો વર્ગ છે. ત્યારે આ ફાકીમાં ભાવ વધારો થતાં ફાકીના બંધણીઓમાં કચવાટ વ્યાપી ગયો છે. બીજું બાજુ તમાકુ અને માવાના ભાવ વધારાથી લોકોના વ્યસનમાં કાપ આવે તેવી આશા પણ વ્યક્ત કરાઇ રહી છે.

- text