મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત બાળકોનો સર્વે હાથ ધરાશે

- text


મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં કોઈને કોઈ કારણોસર શિક્ષણથી વંચિત રહેલા બાળકોને શિક્ષિત બનાવવાના લક્ષ્યાંક માટે એવા બાળકો અંગે સર્વે હાથ ધરવાનું આયોજન થયું છે.

- text

સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૬થી ૧૮ વર્ષની વય જૂથના શિક્ષણથી વંચિત રહેલા તમામ બાળકોનો સર્વે કરવામાં આવનાર છે. તારીખ ૨૮ ફેબ્રુઆરી સુધી હાથ ધરાનારા આ સર્વેમાં ધોરણ ૧થી ૧૨ સુધી શિક્ષણ જ ન લીધું હોય અથવા તો અધવચ્ચે શિક્ષણ છોડી દીધું હોય તેવા બાળકોની નોંધણી કરાશે. સરકારના તમામ વિભાગો, જાહેર જનતા અને એનજીઓને પણ આ કાર્યમાં સહભાગી થવા અપીલ કરાઇ છે. એનજીઓ અને જાહેર જનતાને આવા બાળકો ધ્યાને આવે તો નજીકની સરકારી શાળાના આચાર્ય, બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર, જિલ્લા પ્રોજેક્ટ કચેરીના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૬૭ પર જાણ કરવા જણાવાયું છે.

- text