સાપર ગામ પાસે બંધ ટ્રેલર પાછળ બાઇક ઘુસી જતા ચાલકનું મોત

- text


મોરબી : તાલુકાના સાપર ગામ નજીક બંધ હાલતમાં રોડની સાઈડમાં ઉભેલા એક ટ્રેલર પાછળ બાઇક ઘુસી જતા બાઇક સવારનુ મોત નીપજ્યું હતું.

- text

મોરબીના જેતપર રોડ પર આવેલા સાપર ગામની સીમમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રક ટ્રેલર પાછળ પુરપાટ વેગે ઘસી આવેલું બાઇક ઘુસી જતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મહેશ હરજીવનભાઈ આઘારા ઉં.વ. 26 નામના બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવના કાગળો કરી મોરબી તા.મથકના મહિલા પીએસઆઇ એ.વી.ગોંડલીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

- text