શક્ત શનાળા-આમરણના બિસ્માર રસ્તા પર પારાવાર મુશ્કેલી વેઠતા નાગરિકો

- text


મોરબી : રોડ-રસ્તાની બાબતમાં મોરબી શહેર કોઈ અંતરિયાળ ગામોના ગાડા માર્ગને સારા કહેવડાવે એવી બિસ્માર હાલતમાં આવી ગયું છે. શહેરને જોડતા બાહરી માર્ગો રેઢિયાળ તંત્રના પાપે રોડ-રસ્તાની વ્યાખ્યામાં આવે તેવા રહ્યા નથી. બહુધા મોરબીવાસી આવા કહેવાતા રસ્તાઓથી ત્રસ્ત થયો છે ત્યારે શકત શનાળાથી આમરણ તરફ જતો રસ્તાની હાલત પણ દયનિય બની છે.

- text

શક્ત શનાળાથી આમરણ જતો રસ્તો જાણે અદ્રશ્ય થઈ ગયો હોય એમ અહીં રસ્તાના નામે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને રસ્તા પરથી પસાર થતા સમયે વાહન ચાલકોને રીતસર ધૂળની ડમરીઓમાંથી પસાર થવું પડી રહ્યું છે. રસ્તા પર પસાર થતા વાહન ચાલકો આવી સ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયા છે. ખાડા ખબડા વાળો રોડ પર વાહનો ચલાવવા મુશ્કેલ બની ગયા છે. મોરબી અપડાઉન કરતા નાગરિકો રસ્તાઅો બદલી બદલીને ચાલવા મજબુર બન્યા છે. આ બાબતે તંત્ર દ્વારા તાકિદે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જીવલેણ અકસ્માત સર્જાવવાની ભીતિ સેવાઇ રહી છે. રોડ-રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ લોકોએ રસ્તા પર ઉતરવું પડશે એવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.

- text