હળવદ : રિવરફ્રંન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે તપાસ હાથ ધરી

- text


ધારાસભ્ય સાબરીયાએ યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી

હળવદ : હળવદ શહેરમાં શહેરની શોભામાં વધારો થાય તેવા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા શહેરમાં આવેલા ઐતિહાસિક સામંતસર તળાવ ફરતે રિવરફ્રન્ટ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી મલાઈ તારવી લેવામાં આવી હોવાનો ના આક્ષેપો થયા હતા ત્યારે ગઈકાલે ગાંધીનગરથી મ્યુનિસિપલ કમિશનરની ટીમ દ્વારા હળવદના સામંતસર તળાવ ફરતે બનેલા રિવરફ્રન્ટના કામમાં તપાસ હાથ ધરી છે. જો કે તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે તેમ જાણવા મળ્યું છે.

શહેરની શોભામાં વધારો કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું હતું. આ કામ અડધું તો પૂરું પણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ પહેલા વરસાદે જ જે માટીનો પારો બનાવવામાં આવ્યો હતો તે બેસી જતા આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી મલાઈ તારવવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ આ સમગ્ર બનાવની યોગ્ય તપાસ કરવા માટે ધારાસભ્ય સાબરીયા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઇ ગાંધીનગરથી મ્યુનિસિપલ કમિશનરની ટીમ હળવદમા સામંતસર તળાવ ફરતે બનેલ રિવરફ્રન્ટના કામમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી છે. હાલ તો સમગ્ર કામની તપાસ હાથ ધરવામાં આવી રહી છે તપાસ પૂર્ણ થયા બાદ જ તમામ હકીકતો સામે આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વરસાદ પડ્યા બાદ કામમા મોટાપાયે ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો થયા હતા અને આની યોગ્ય તપાસ કરવા શહેરીજનોમાં પણ માંગ ઉઠી હતી ત્યારે આ બનાવ અંગે ખુદ પાલિકા ઉપપ્રમુખે પણ ધારાસભ્યને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરી હતી. હાલ તો ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગળની કેવા પ્રકારની કાર્યવાહી થશે.

- text