મોરબીમાં લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનો સોંપવામાં ઢીલ થતી હોવાની રાવ

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, રાજુભાઈ ભંભાણી અને જગદીશ ભાંભોણીયા એ એવી રજૂઆત કરેલ છે કે મોરબી જીલ્લામાં મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનાને પ્રથમ ડ્રો થયેલ તેને ત્રણ વર્ષ થયાં હોવા છતાં હજુ સુધી અમુક લાભાર્થીઓને મકાન સોંપાયેલ નથી તેમજ બીજો ડ્રો થયેલ જેમાં અરજદારો દ્વારા બધા જ કાગળ રજુ કરેલ હોવા છતાં તેમના મકાનનો કબજો સોંપવામાં કે મકાનના આગળના રૂપિયા ભરવાનો આદેશ કરવામાં આવ્યો નથી.

જેના કારણે અરજદારો નગરપાલિકાએ ધક્કા ખાય છે ત્યારે તેમને નિરાશાજનક જવાબ તથા તોછડાઈપૂર્વક વર્તન કરતા કરતા નજરે પડે છે. અત્યારે લાભાર્થીઓને ‘ઘરના ઘર’ના સપના સેવે છે ત્યારે નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આ ઉપરાંત, જ્યારે લાભાર્થીઓનું ડ્રોમાં નામ આવી ગયા હોવા છતાં નગરપાલિકાની બેદરકારીના કારણે માસિક ભાડું રૂ. 4000 થી રૂ. 5000 ભરવા પડે છે તો તેમને સરકારી આવાસની યોજનાનો ફાયદો શું? તેવો પ્રશ્ન રજુઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.

- text

વધુમાં, આ આવાસોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઇ ગઇ હોવા છતાં લાભાર્થીઓને તેમના લાભથી વંચિત રાખવામાં આવે છે. તેમજ આવાસ યોજના અંતર્ગત જે 7 દુકાનો બની ગયેલ છે, તેનો પણ ડ્રો કરી નાખવામાં આવે, જેથી, લાભાર્થીઓને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ. આ ઉપરાંત, આવાસ યોજનાની સોલાર લાઈટો બંધ થઇ ગયેલ હોવાથી રાત્રે અંધારપટ થઇ જાય છે તો લાઇટને વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. તેમજ ટૂંક સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સામાજિક કાર્યકરોએ રજુઆતમાં આપેલ છે.

- text