મોરબીમાં યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે રહેતી યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ ગાંધી સોસાયટીમાં રહેતી પ્રિયાબેન વલજીભાઇ ભંખોડીયા ઉ.વ.22 નામની યુવતીએ આજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની બી ડિવિઝન પલ્લીસે નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text