મોરબીની આર. ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા બિઝનેસ ફેર યોજાયો

- text


મોરબી : મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા એક ભવ્ય બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિધાર્થિનીઓ ભણતર સાથે ગણતર તદુપરાંત એક સફળ ઉદ્યોગ સાહસિકના ગુણ કેવા હોય અને પોતે કેવી રીતે ગ્રાહકોને વધુને વધુ આકર્ષિત કરી શકે સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, અને ઈન્નોવેશન અંગેની પોલિસી અંગેનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી બિઝનેસનો રુબરુ અનુભવ મળે તે હતો.

બિઝનેસ ફેરમાં વિવિધ પ્રકારના ઝોન જેવા કે ફૂડ ઝોનમાં પાણીપુરી, ભૂંગરા બટેટા, ઘૂઘરા, ભેળ તથા બેકરીની આઇટમનું વિધાર્થિનીઓ જાતે બનાવીને અન્ય વિધાર્થિનીઓને વેચાણ કર્યું હતું. સાથોસાથ જનરલ ઝોનમાં સ્ટેશનરીની વસ્તુઓ, કચ્છી પર્સ, ફોટા ફ્રેમ, કટલેરી વગેરે વસ્તુનું વેચાણ કર્યું હતું. તદુપરાંત ગેમ ઝોનમાં જુદી જુદી માઈન્ડ પાવર ગેમ, સ્પીનર ગેમ, ગ્લાસ ગેમ, રીંગ ગેમ, બ્રેઇન પાવર ગેમ, કૉન્સન્’ટ્રેઈશન અ’ટેન્શન ગેમ વગેરે ગેમ્સમાં કોલેજ અને સંસ્થાની અન્ય વિધાર્થિનીઓ દ્વારા ગેમ્સ રમી આનંદ મેળવ્યો હતો. ઇન્સ્ટન્ટ ટેટૂ ઝોનમાં કોલેજની વિધાર્થિની દ્વારા અન્ય વિધાર્થિનીઓને ઇન્સ્ટન્ટ ટેટૂ બનાવી પોતાની કળા ઉજાગર કરી હતી. બધા ઝોનનું કુલ વેચાણ આશરે રુપિયા 55000નું વેચાણ કરી આશરે રુપિયા 27000 જેવા નફાની કમાણી કરી વિધાર્થિનીઓમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો.

- text

બિઝનેસ ફેરમાં સંસ્થાની આશરે 5000 થી 5200 જેટલી વિધાર્થિનીઓએ મુલાકાત લીધેલ હતી તો આટલી બહોળી સંખ્યામાં વિધાર્થિનીઓ આવન-જાવન હોવાથી કોઈ પણ પ્રકારની અગવળતાં ન પડે અને આયોજનબદ્ધ તથા સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે ચંદ્રેશભાઈ પરમાર, ઋત્વીબેન હિન્શુ, અવની બેન પૂજારા, સોનલબેન કાચરોલા તથા અન્ય કોમર્સના સ્ટાફગણે ભારે જહેમત ઊઠાવી હતી.

બિઝનેસ ફેરના અંતમાં સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનસર તથા કોમર્સ વિદ્યાશાખાના અઘ્યક્ષ મયુરભાઈ હાલપરાએ સર્વે વિધાર્થિનીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, અને ઈન્નોવેશન પોલિસીનું માર્ગદર્શન આપી ભવિષ્યમાં દેશના એક પ્રમાણિક અને સફળ ઉદ્યોગ સાહસિક બની સમાજ તેમજ દેશ માટે ઉપયોગી બની રહે તેવા અભિનંદન પાઠવ્યા હતા.

- text