શિશુમંદિર ખાતે ભારતમાતાના મંદિર અને 52 શક્તિપીઠનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

- text


શિક્ષણ ક્ષેત્રે ભારત ઝડપથી વિકસે તો 2050માં ભારતની વિશ્વગુરુ બનાવની ક્ષમતા: જાહેર સભામાં આર.એસ.એસના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખે ભારતીય સંસ્કૃતિના ગૌરવગાથા વર્ણવી દેશની તાકાતનો ચિતાર આપ્યો

મોરબી : મોરબીની સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતાનું મંદિર અને 52 શક્તિપીઠ હોય તેવી પ્રથમ શાળા બની છે. આ શાળામાં ભારતમાતાના મંદિરનું નિર્માણ કર્યા બાદ ચાર દિવસ સુધી ભરતમાતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ભરતમાતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે લોકો પ્રથમ દેશ અને સમાજનું હિત વિચારે એ માટે જનજાગૃતિ લાવવાના હેતુસર શિક્ષક, ઉધોગપતિ, દાદાદાદી અને સેવાભાવી નાગરિકોના સમેલન યોજાયા હતા. તેમજ પાવાગઢ, આશાપુરા, અંબાજી ચોટીલા, હર્ષદ માતા, શક્ત શનાળાથી અંખડ જ્યોત યાત્રા લાવીને મોરબીમાં સ્વાગત કરાયા બાદ આશરે 3 હજાર ઘરોમાં આ અંખડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. મોરબીના શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારતમાતા મંદિરના ચાર દિવસથી ઉજવાતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગઈકાલે પુર્ણાહુતી કરવામાં આવી હતી. જો કે શનિવારે ભારતમાતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ચાર દિવસ સુધી દરરોજ હોમ હવન કરીને વાતવરણ મંગલમય બનાવી દેવાયું હતું. રાત્રે લોકડાયરાની ભારે જમાવટ થઈ હતી. જ્યારે આજે 52 શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તકે આર.એસ.એસ.ના અગ્રણી ડો. જયતિભાઈ ભાડેશીયા, ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ, સનહાર્ટ ગ્રુપના ગોવિદભાઈ વરમોરા સહિતના મહાનુભવોએ હાજરી આપી હતી.52 શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાતાની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓ સાથે તેમના વાલીઓ જોડાયા હતા અને સાંજે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો.આજે જાહેર સભા યોજાઈ હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા આર.એસ.એસના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રવિ ઐયરે જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમણે ભારતના ભવ્ય ભૂતકાળ અને ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા વર્ણવી હતી અને ભારતની કેટલી તાકાત છે તેનો પણ વિવિધ ઉદાહરણો આપીને ચિતાર આપ્યો હતો. તેમને કહ્યું હતું કે હજુ શિક્ષણ ક્ષેત્રે ભારતે વધુને વધુ આગળ આવવાની જરૂર છે. બહાર જેમ જેમ શિક્ષણ ક્ષેત્રે સમૃદ્ધ બનશે એમા એની તાકાતમાં વધારો થશે અને જો મૂલ્યવર્ધિત શિક્ષણ વધુને વધુ લેવાશે તો 2050માં ભારતને વિશ્વગૃરું બનતા કોઈ અટકાવી નહિ શકે.

- text