હરબટીયાળીમાં ‘એક જ માંડવે’ 45 દીકરીઓના લગ્ન ઉત્સાહભેર સંપન્ન

- text


સમૂહ લગ્નોત્સવમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ઉપસ્થિત રહ્યા : એક દીકરીએ કરિયાવર ન સ્વીકારીને સમાજને નવો રાહ ચીંધ્યો

ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ તેમજ ટંકારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૪૫ દીકરીઓ ‘એક જ માંડવે’ સમાજના આગેવાનો તેમજ સંતોની હાજરીમાં પ્રભુતામાં ડગ માંડ્યા હતા.

આ તકે હાજર રહેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે સમુહલગ્નમાં માત્ર ગરીબ પરિવારની જ દીકરીઓના લગ્ન થાય તે માનસિકતા છેલ્લા વર્ષોમાં પાટીદાર સમાજમાં બદલાઈ છે. જેથી, કરીને મજબુત સમાજની રચના કરવામાં આ પ્રથમ પગથીયું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.

- text

ટંકારાના સરદાર લેઉવા પાટીદાર સમાજ તેમજ ટંકારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલા પ્રથમ સમુહલગ્નમાં કુલ મળીને ૬૨ દીકરીઓના લગ્ન એક જ માંડવે કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બીજા સમુહ લગ્નમાં ૪૫ દીકરીઓના શાહી લગ્ન દાતાઓ તરફથી મળેલા સહકાર થકી કરવામાં આવ્યા છે.

આ સમુહલગ્નના પ્રણેતા નરેન્દ્ર સંઘાતએ કહ્યું હતું કે, સામાન્ય રીતે સમુહલગ્ન હોય ત્યાં જે કરિયાવર સમિતિ તરફથી દીકરીને આપવામાં આવે છે તે દરેક દીકરીનો પરિવાર લેતો હોય છે. જો કે ટંકારામાં યોજાયેલ સમુહલગ્નમાં લગ્નગ્રંથીએ જોડાયેલા યુગલો પૈકીના મધ્મવર્ગના પરીવારની એક દીકરીએ સમુહલગ્ન સમિતિ તરફથી આપવામાં આવતો કરિયાવર ન સ્વીકારીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

- text