સિરામિક હબ ગણાતા મોરબીને એરપોર્ટ આપવા ચેમ્બર ઓફ કોમર્સની ઉડ્ડયન મંત્રીને રજુઆત

- text


મોરબી સ્ટેટ વખતની રાજપર ગામની એરપોર્ટની જગ્યા ઉપર નવેસરથી એરપોર્ટ બનાવવાની માંગ

મોરબી : સિરામિક હબ ગણાતા મોરબીમાંથી મોટી સંખ્યામાં લોકોની અન્ય રાજ્યોમાં તેમજ વિદેશમાં અવર જવર રહેતી હોય છે.જેથી અહીં એરપોર્ટ બનાવવાની છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે. જે સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રીને રજુઆત કરીને રાજપર ગામે એરપોર્ટ બનાવવાની માંગ કરી છે.

- text

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંગ પુરીને રજુઆત કરવામાં આવી છે કે ઘણા વર્ષો પૂર્વે મોરબી સ્ટેટમા રાજપર ગામ પાસે એરપોર્ટ હતું. જ્યાં અંબિકા એરલાઇન્સ દ્વારા દરરોજની મોરબી- મુંબઈ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવતું હતું. મોરબીમાં 850 જેટલા સિરામિક ટાઇલ્સના કારખાના છે. જે દેશની 70 ટકા ટાઇલ્સની માંગ સંતોષે છે. આ ઉપરાંત વિદેશમાં પણ મોરબી સિરામિકે સારો પગદંડો જમાવ્યો છે. જેથી અહીંના લોકો અન્ય રાજ્યોમાં કે અન્ય દેશમાં વારંવાર જતા હોય છે. સામે અન્ય રાજ્યના કે અન્ય દેશના લોકો પણ અહીં વારંવાર આવતા હોય છે.

મોરબીમાં જો એરપોર્ટ બનાવવામાં આવે તો સિરામિક સહિતના ઉદ્યોગને તેમજ જાહેર જનતાને પરિવહનમાં ઘણી સરળતા પડે તેમ છે. માટે રાજપર ગામે એરપોર્ટ બનાવવામાં આવે તેવી માંગ છે.

- text