જામસર ગામમાંથી 26 વિદેશી દારૂની બોટલો સાથે એકની અટકાયત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના જામસર ગામમાંથી 26 નંગ વિદેશી દારૂની બોટલો કી.રૂ. 7800 સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગઈકાલે તા. 29 જાન્યુઆરીના રોજ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે જામસર ગામના રહીશ જગદીશ ચોથાભાઈ દેલવાડીયા (ઉ.વ. 20)એ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો વેચાણ અર્થે રાખેલ છે. જેના આઘારે પોલીસ દ્વારા તે જગ્યાએ રેઇડ પાડવામાં આવી હતી. રેઇડ દરમિયાન રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કી.રૂ. 7800ની 26 નંગ બોટલોના મુદામાલ સાથે આરોપી જગદીશની અટક કરી તેના વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો હતો.

- text