મોરબીમાં 1 ફેબ્રુઆરીથી ત્રિદિવસીય કલા મહાકુંભ

- text


મોરબી : રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જીલ્લા કક્ષા “કલા મહાકુંભ-૨૦૧૯-૨૦” નું આયોજન તા. ૦૧/૦૨/૨૦૨૦ થી ૦૩/૦૨/૨૦૨૦ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધરમપુર, મોરબી ખાતે યોજાનાર છે. જે અન્વયે તા.૦૧/૦૨/૨૦૨૦ નાં રોજ નૃત્ય વિભાગ અને સ્કૂલબેન્ડ કૃતિની સ્પર્ધા થનાર છે જેનું રીપોર્ટીંગ બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ વાગ્યા દરમ્યાન રહેશે. તા.૦૨/૦૨/૨૦૨૦નાં રોજ વાદન, ગાયન, અભિનય, કલા, સાહિત્ય વિભાગની કૃતિઓની સ્પર્ધા યોજાશે જેનું રીપોર્ટીંગ સવારે ૮.૦૦ થી ૯.૦૦ વાગ્યા દરમ્યાન રહેશે. વધુ માહિતી માટે શ્રી દેવેનભાઈ વ્યાસ:૯૮૨૫૭૭૭૬૬૬ તથા પ્રવિણભાઈ દન્તેસરીયા: ૯૨૬૫૪૭૯૬૭૦ સંપર્ક કરવાનું જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text