મોરબી જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં 29મીએ આધારકાર્ડની કામગીરીનો કેમ્પ

- text


નવા આધારકાર્ડ કાઢવા તેમજ જૂનામાં સુધારા વધારા થઈ શકશે

મોરબી : મોરબી જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં આગામી તા. 29ના રોજ આધારકાર્ડની કામગીરીનો કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં નવા આધારકાર્ડ કાઢવા તેમજ જુના આધારકાર્ડમા સુધારા વધારાની કામગીરી કરી આપવામાં આવશે.

- text

આ કેમ્પ મોરબી એમ.જી.ડી. પોસ્ટ ઓફીસ, મોરબી લાલબાગ પોસ્ટ ઓફીસ, જેતપર પોસ્ટ ઓફીસ, વાંકાનેર પોસ્ટ ઓફીસ, ટંકારા પોસ્ટ ઓફીસ, માળિયા પોસ્ટ ઓફીસ ખાતે યોજાશે. કેમ્પમાં સાંજે 5 વાગ્યા સુધી આધારકાર્ડની કામગીરી કરવામાં આવશે. આ કેમ્પમાં જે તે વ્યકિતએ પોતે હાજર રહેવું પડશે. ઉપરાંત માન્ય ઓળખ પુરાવો, સરનામાંનો પુરાવો અને જન્મતારીખના પુરાવાની ઓરીજનલ કોપી સાથે રાખવી પડશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છુંકોએ કેમ્પ સ્થળે તા. 29ના રોજ ફોર્મ ભરીને સાથે રાખવા પોસ્ટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text