તાનાજી ફિલ્મ સામે ઋષિવંશી સમાજનો વિરોધ : કલેક્ટરને આવેદન

- text


સમાજના જનમાનસ ઉપર ખરાબ અસર થાય તે રીતે પ્રેક્ષકોને હલકી કક્ષાનું મનોરંજન પુરુ પાડવામાં આવ્યું હોવાના આક્ષેપ

મોરબી : ફિલ્મ તાનાજીમા ઋષિવંશી સમાજના જનમાનસ ઉપર ખરાબ અસર થાય તે પ્રકારે હલકી કક્ષાનું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ઋષિવંશી સમાજે ફિલ્મ સામે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે મોરબીમાં આજે ઋષિવંશી સમાજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને પગલાં લેવાની માંગ કરાઈ છે. આવેદનમાં જણાવાયુ હતું કે સમગ્ર સમાજો સાથે સંકળાયેલ અને આદિકાળથી લોકોના આરોગ્ય અને જનસુખાકારીની કામગીરી તેમજ સૌંદર્યની કામગીરી સાથે પોતાની આજીવિકા રળતો નાયી- વાળંદ સમાજ જેની ઉત્પત્તિ ઋષિઓના વંશજ તરીકે ઓળખાય છે. તાનાજીમાં અંકિત કરાયેલ દ્રશ્ય સમગ્ર ઋષિવંશી સમાજના જનમાનસ ઉપર ખરાબ અસર કરે તેમ છે. તેમાં જે શબ્દો ઉચ્ચારવામા આવ્યા છે. તે સંદિગ્ધ પ્રકારના અને પ્રથમવાર સાંભળનાર શ્રોતાને ગુજરાતી ભાષામાં બોલાતી અશિષ્ટ પ્રકારની ગાળ સમાન લાગે છે. માટે આ ફિલ્મના ડાયરેક્ટર તેમજ પ્રસારણ અને પ્રસારકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text