ઘુનડા પ્રાથમિક શાળામાં પ્રજાસતાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

- text


મોરબી : ઘુનડા(સ.) પ્રાથમિક શાળામાં (તા.જિ. મોરબી) 71 મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લઈને પોતાનામા રહેલી સુષુપ્ત શક્તિઓને પર ઉજાગર કરી હતી. આ ઉપરાંત, ગામનાં સરપંચ પ્રવીણભાઈ રંગપરીયા તરફથી ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિધાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ગામ તરફથી શાળાને 35,800/- રૂપિયાનું અનુદાન મળ્યું હતું, જે શાળાના વિકાસ પથ માટે અમૂલ્ય રહેશે. શાળાનાં શિક્ષક ઈશ્વરભાઈ કાલરીયા તરફથી શાળાને 5000/- રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા, જે શાળા માટે સરાહનીય બની રહેશે. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક મોકાસણા રાજેશભાઇ એ કર્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે રંજનબેન મનસુખભાઈ તરફથી શાળાના તમામ વિધાર્થીઓને ભૂંગળા બટેટાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સહકાર આપનાર લોકોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text