વાંકાનેર : સરતાનપર ગામે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે ગઈકાલે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ જુગારની રેડની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે સરતાનપર ગામે સેન્ટીફીકા કારખાના સામે જાહેરમાં બાવળની કાંટ પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા દેવાભાઇ હનુભાઇ વિંઝવાડીયા, રમેશભાઇ કાનજીભાઇ ઝાલાવાડીયા, ધનાભાઇ બચુભાઇ રૂદાતલા, ભનુભાઇ નાગજીભાઇ વાધરોડીયા, ઉકાભાઇ જગાભાઇ વિંઝવાડીયા, બાબુભાઇ ઉર્ફે ગડીયો ધિરૂભાઇ ભવાનભાઇ જખાણીને રોકડ રૂ. ૧૩૦૮૦ તથા ૬ મોબાઇલ કિમત રૂ. ૧૭૫૦૦ તેમજ મોટર સાઈકલ નંગ.-૩ કિમત રૂ. ૧૧૦૦૦૦ મળીને કુલ મુદામાલ રૂ. ૧૪૦૫૮૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text