ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મોરબી તાલુકા પંચાયત દ્વારા ફોગીંગ મશીન અર્પણ

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ગ્યુ તેમજ મલેરિયાના રોગચાળા અટકાયતી કામગીરી સારી રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી નવા મીની ફોગીંગ મશીન મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી. એલ. વારેવડિયા તેમજ ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સંજય જીવાણી તથા આયુષ મેડિકલ ઓફિસર ડો. ધીરજભાઈ પાંચોટીયા પણ ઉપસ્થિત રહયા હતા.

- text