રોટરી ગ્રામ (અ.) પ્રાથમિક શાળા દ્વારા ગણતંત્ર દિનની ભવ્ય ઉજવણી

- text


મોરબી : રોટરી ગ્રામ (અ.) પ્રા. શાળા ખાતે 71 માં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ઓમ લેમીનેટમાંથી નિનાદભાઈ અને તેના ધર્મપત્ની મોનિકાબેન અને ભઈલું ઇન્ટરનેશનલમાંથી સંજયભાઈની ખાસ હાજરીથી શાળા પરિવારને નવું બળ અને દિશા મળી હતી. ગત વર્ષે બંને શાળાના બાળકોને યુનિફોર્મ બનાવી આપી અને શાળાના વિકાસમાં જયારે જયારે જરૂર પડે ત્યારે હરહંમેશ અમો સાથે જ છીએ તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ તકે સન્માનપત્રથી તેઓ બંનેને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત, કાર્યક્રમમાં ગામના ઉધોગપતિ પાંચોટીયા રાજેશભાઈ પ્રભુભાઈ તરફથી રમતગમત અને વકૃતત્વ સ્પર્ધામાં નંબર મેળવેલ તમામ બાળકોને ઇનામ આપી અને દરેકને નાસ્તો કરાવી શાળા પરિવારને પ્રેરણા અને બળ પૂરું પાડેલ હતું. આ તકે ગામમાં સૌથી વધુ ભણેલ દીકરી પાંચોટીયા ઝીંકલબેન કાંતિલાલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ આ વર્ષે જન્મેલી દીકરીઓના માતાપિતા સાથે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે અમરનગર ગ્રામ પંચાયતના યુવાન અને જોશીલા સરપંચ પાંચોટીયા રમેશભાઈ ભીખાભાઇની આગેવાનીમાં શાળાના વિકાસમાં અંદાજીત 30 હજાર જેટલી રોકડ રકમ દાન સ્વરૂપે ગામલોકો તરફથી મળેલ છે. પ્રજાસતાક પર્વ નિમિત્તે SMCના અધ્યક્ષ, તમામ સભ્યો અને ગામના ભાઈઓ-બહેનોએ હાજરી આપી શાળાના વાતાવરણને જીવંત બનાવેલ છે. આ તકે શાળા પરિવાર તરફથી તમામ મહેમાનો, ગ્રામજનોએ હાજર રહી બળ અને પ્રેરણા પુરી પાડવા બદલ આચાર્ય સરડવા મણિલાલ સાહેબ તરફથી ખુબ-ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગજાનનભાઈ અને અરુણભાઈ કરેલ હતું.

- text