પીપળી-બેલા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકનું મોત

- text


મોરબી : પીપળી-બેલા રોડ પર એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફામ રીતે ચલાવીને એક બાઇક ચાલકને હડફેટે લેતા કર્ણાટકના યુવકનું મોત નીપજ્યું હતું.

- text

મૂળ કર્ણાટકના રહેવાસી અને હાલ મોરબી ગેંડા સર્કલની બાજુમાં હાઉસિંગ બ્લોક નંબર 176માં હરદેવભાઈના મકાનમાં ભાડેથી રહેતા શંકરઅપ્પા બસવન્નેપ્પા મડીવાલર ઉં.વ.40 પોતાના હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 03-FA 6552 લઈને પીપળી-બેલા રોડ, વેલેન્ઝા કારખાનાની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે શંકરઅપ્પાને અડફેટે ચડાવ્યા હતા. આથી ડાબા પગે તેમજ માથામાં ગંભીર ઇજા થવાથી બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મોરબી તા. પોલીસના પો. સબ.ઇન્સ. આર. એ.જાડેજાએ અજાણ્યા ટ્રક ચાલક સામે IPC કલમ 304 (અ), 279, મોટર વહિ્લ એક્ટ કલમ 177, 184,134 મુજબ ગુન્હો દાખલ કરી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

- text