જેતપર રોડ પર અકસ્માતગ્રસ્ત બાઇકચાલકનું સારવાર દરમ્યાન મોત

- text


મોરબી : થોડા સમય પહેલા મોરબી-જેતપર રોડ પર ડિવાઈડર સાથે બાઇક અથડાવવાથી ઘાયલ થયેલા યુવકનું રાજકોટ સ્થિત હોસલીટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

- text

શહેરના રણછોડનગરમાં રહેતા કરણ મનસુખભાઈ સિપરા ઉં.વ. 22નું બાઇક મોરબી-જેતપર રોડ પર થોડા સમય પહેલા રોડ ડિવાઈડર સાથે ટકરાયા બાદ ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે કરણને રાજકોટ સ્થિત હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા જુવાનજોધ પુત્રનું મોત નિપજતા કોળી પરિવારમાં શોક છવાઈ ગયો છે. મોરબી તાલુકા પોલીસ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.

- text