નારણકા ગામના યુવકની પ્રામાણિકતા : રસ્તામાંથી મળી આવેલું પાકીટ મુળ માલિકને પરત કર્યું

- text


મોરબી : આજના હળાહળ કળિયુગમાં જ્યારે માનવતા મરી પરવારી છે. અને દરરોજ નાની મોટી પૈસાની ચોરી કરવા લુંટફાટ જેવા કિસ્સા બની રહ્યા છે. ત્યારે રોડ પરથી પૈસાથી ભરેલ પાકીટ મુળ માલિક ને પરત કરવાનો પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે પ્રમાણિકતા પણ હજું જીવંત છે તેના ઉદાહરણ મળતા રહે છે.

મોરબીના ફ્લોરામાં રહેતા અને નારણકા ગામના પરેશભાઈ રણછોડભાઇ મેરજા તથા ભડાનીયા જિગરભાઈ મોરબીના એસ.પી. રોડ પરથી પૈસાથી ભરેલ પાકીટ મળી આવ્યું હતું. અને જેમા જરૂરી ડોક્યુમેન્ટ પરથી પરેશભાઈ મેરજા તથા જિગરભાઈ મોરબીના સ્વાગત હોલની બાજુમાં આવેલ દર્પણ સોસાયટી-૨ માં રહેતા મોહિત અંબારામભાઈ બાવરવાનું હોય તપાસ કરી તેમના ઘરે જઈને રસ્તા પરથી મળેલ ખોવાયેલ પાકીટમાં મુળ માલિકને સુપરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીના સેવાભાવી, બાહોશ અને જાગૃત નાગરિક પરેશભાઇ મેરજાના આ કાર્યથી પ્રશંસા થઈ રહી છે તથા તેમના પુત્ર પણ યુનાઈટેડ યુથ જીવદયા કેન્દ્ર સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં જોડાય અબોલ જીવની સેવા કરી રહ્યા છે. અને પિતા-પુત્ર હમેંશા સેવાકાર્ય સાથે માનવધર્મ નિભાવી અનેક ઉદાહરણ પુરા પાડી રહ્યા છે.

- text