મોરબી શહેર કક્ષાનો પ્રજાસતાક પર્વ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

- text


મોરબી : મોરબી શહેર કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આગામી તા.૨૬/૦૧/૨૦૨૦ ના રોજ યોજાનાર શહેર કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ધ્વજારોહણ નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીના હસ્તે કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં તમામ નાગરિકોને ઉપસ્થિત રહેવા શહેરી મામલતદાર કચેરી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text