મોરબી સિરામિક એસો. દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે મોરબી જિલ્લા ઉધોગ કેન્દ્ર અને મોરબી સિરામિક એસોસિએશનના સયુંક્ત ઉપક્રમે ઐાધોગીક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમને મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી નાયબ કમિશ્નર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર જી.પી. ઝાલાએ જણાવ્યું હતું કે આવા સેમિનારથી રાજય સરકારની નિતીઓની માહિતી એક જ જગ્યાએથી મળી જાય છે. તેમજ ઉદ્યોગકારોને સરકાર મળતી સબસીડીની વિગતો રજુ કરી હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જના જયકુમાર શાહે નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં કંપની રજીસ્ટ્રેશન કરાવવાથી થતા ફાયદા અને કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકાય તેની માહીતી આપી હતી. જ્યારે બેંક ઓફ બરોડાના મેનેજર રાજુલ હાથીએ ઈન્ડીસ્ટ્રીઝ માટે ઓનલાઈન એપ્લાય કરવાની લોન સહેલાઈથી મળી જાય છે અને બેંકો મદદરૂપ થવા હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું.

- text

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી જયંતીભાઈ પટેલે જણાવ્યું હતુ કે આવા સેમિનારથી કેન્દ્ર અને રાજ્ય સરકારની ઔદ્યોગીક પોલીસીઓ અંગે ઔદ્યોગકારોને માહિતી મળતી હોય છે. સરકારના આ પ્રયત્નોને તેવોશ્રીએ બિરદાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મોરબી ઢુવા ગ્લેઝ ટાઈલ્સ મેન્યુ. એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ સ્વાગત પ્રવચન કરી ૨૦૧૫ ઔદ્યોગીક નિતીમાં મોરબીમાં થયેલ વિગતો આપી હતી. જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હરેશભાઈ વિકાણીએ આભાર વિધી કરી હતી. આ કાર્યક્રમમાં મોરબી સેનેટરી વેર્સ મેન્યુ એસોસિએશનના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, ગુજરાત ગ્રેનેટો એસોસિએશનના પ્રમુખશ્રી મુકેશભાઈ ઉઘરેજા, ગુજરાત સિરામિક ફ્લોર ટાઈલ્સ મેન્યુ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

- text