મોરબીમાં રૂ. 1.07 લાખનો સોનાનો ચેઇન ઓળવી જનાર બે મિત્રો સામે પોલીસ ફરિયાદ

- text


બન્ને શખ્સોએ મિત્રના બાકી લેણા પેટે તેના કાકાનો ચેઇન લઈ જઈને તેના ઉપર બેંકમાંથી લોન પણ લઈ લીધી!

મોરબી : મોરબીમાં રૂ. 1.07 લાખની કિંમતનો સોનાનો ચેઇન ઓળવી જનાર બે મિત્રો સામે તેના જ મિત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બન્ને શખ્સોએ મિત્રના બાકી લેણા પેટે તેના કાકાનો ચેઇન લઈ જઈને તેના ઉપર બેંકમાંથી લોન પણ લઈ લીધી હોવાનું જણાવાયું છે.

- text

પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબીના બૌદ્ધનગરમાં રહેતા હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસિયાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકે તેમના મિત્રો સદામ હબીબભાઈ મોવર રહે. સોઓરડી અને લલિત નારણભાઈ રાઠોડ રહે. ઉમિયાનગર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતાજીનું દોઢ વર્ષ પૂર્વે અવસાન થયેલ હોય બન્ને મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધેલા હતા. બન્નેએ તેના બદલામાં હિતેશભાઈના કાકાનો સોનાનો 3 તોલાનો ચેઇન કિંમત રૂ. 1,07,000 હડપી લઈને તેને બેંકમાં મૂકી તેના પર લોન લઈ લીધી હતી.આ બનાવની ફરિયાદના આધારે પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text