ટંકારા : પોલીસ ભરતીમાં મહિલાઓ સાથે થયેલા અન્યાય સામે ધારાસભ્ય કગથરાની CMને રજુઆત

- text


ટંકારા : પોલીસ ભરતીમાં મહિલાઓ સાથે અન્યાય કરતા ઠરાવના વિરોધમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. તેઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષામાં ટંકારાની ઘણી દીકરીઓ પાસ થઈ ગઈ હતી. આ દીકરીઓની વેરિફિકેશનની તમામ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ તા.1/08/2018ના પરિપત્રના કારણે દીકરીઓને અન્યાય થતો હોય આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે અને અગાઉની જે ભરતી પ્રક્રિયા થઈ છે તેને માન્ય ગણવામાં આવે નહિતર આંદોલનની ફરજ પડશે. આ રજૂઆત વેળાએ મોરબી જિલ્લા ખોડલધામ કન્વીનર અતુલભાઈ ભાગીયા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ સંઘાણી, તાલુકા ભાજપ મહામંત્રી સંજય બી ભાગીયા, ઓરપેટ સંસ્થાના ગોપાલભાઈ રતનપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text