હળવદ ક્ષત્રિય સમાજના પ્રમુખ પદે સુખુભા ઝાલાની વરણી કરાઈ

- text


સંગઠનમાં ઉપપ્રમુખ, સેક્રેટરી, સહમંત્રી અને ખજાનચીની નિમણૂક કરાઈ

હળવદ: હળવદ-ધાંગધ્રા ક્ષત્રિય સમાજની મીટીંગ ધાંગધ્રા ખાતે આવેલ રાજપુત બોડીંગ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી આઈ. કે. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, સહમંત્રી અને ખજાનચીની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

હળવદ-ધાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ દિલીપસિંહ ઝાલાનું થોડા દિવસ પહેલાં અવસાન થયું હતું. જેથી, ખાલી પડેલી જગ્યા માટે નવા હોદ્દેદારોની વરણી કરવા માટે ધાંગધ્રા ખાતે આવેલ રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આઈ. કે. જાડેજાના અધ્યક્ષસ્થાને બંને તાલુકાના ક્ષત્રિય સમાજની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં દિગુભા ઝાલા, કનુભા જાડેજા, ડૉ. એસ. ડી. ઝાલા, ભરતસિંહ પરમાર, છોટુભા ઝાલા, આર. ડી. ઝાલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ મિટિંગમાં હળવદ-ધાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ પદે હળવદ તાલુકાના માથક ગામના સુખુભા ગુલાબ સિંહ ઝાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે કનકસિંહ ઝાલા અને દિગુભા ગંભીરસિંહ ઝાલાની વરણી કરાઇ છે તેમજ સેક્રેટરી તરીકે લલિત સિંહ ઝાલા, સહમંત્રીની જવાબદારી કુલદીપ સિંહ ઝાલા અને નરેન્દ્રસીંહ ઝાલાને સોંપાઈ છે. જ્યારે ખજાનચી પદે રણજીતસિંહ ગોહિલની વરણી કરાઈ હતી.

ક્ષત્રિય સમાજના નવા વરાયેલા હોદ્દેદારોને સમાજના વડીલો તેમજ યુવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ દરેક સમાજ ને સાથે લઈ ચાલનારો સમાજ છે. સમાજ ઉપયોગી કામ માટે સૌ સહિયારા પ્રયાસ કરી સમાજને આગળ લાવવા સંગઠિત બનવા જણાવ્યું હતું.

- text