હળવદના કીડીથી ઈશનપુર સુધીનો રોડ બનાવવા રજુઆત કરાઈ

- text


કોયબાથી હરીપર જવાનો રોડ તેમજ ગામના મેઈન રોડથી દલિતવાસ સુધી જવાનો રોડ બનાવવા કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઈ

હળવદ : હળવદ તાલુકાના કીડી ગામથી ઇસનપુર જવાનો રોડ તેમજ કોયબાથી હરીપર અને કોયબા ગામથી દલિતવાસ સુધી જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય, જેથી તેને નવો બનાવવા કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ આજે પણ મોટાભાગના બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે તાલુકાના કોયબા ગામથી હરીપર ગામ જવાના રોડ તેમજ કોયબા ગામના મેઈન રોડથી દલીતવાસ સુધી જવાનો રોડ અને તાલુકાના કીડી ગામથી ઇસનપુર વાયા આકડેશ્વર મહાદેવ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય, જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

- text

આથી, આ બંને ગામના સરપંચ દ્વારા મોરબી જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલને રજૂઆત કરી હતી. જેથી, ઉપરોક્ત ત્રણેય રોડ નવા બનાવવા કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલક ઈજનેરને લેખીતમાં રજૂઆત કરી વહેલી તકે રોડ બનાવવા જણાવ્યું છે.

- text